Saturday, October 14, 2006

હવાના મોતી (મુક્તક)

(માલદીવ્સના દરિયાની ભીતરમાં...                   ... ફેબ્રુઆરી-02)


ભલેને લોક એને ભાગ જળનો માનવાના,
                      જીવન માપો તો છો ને અલ્પજીવી લાગવાના;
ભરીને વાયુ ભીતરમાં અલગ રાખે છે દમ જે,
                      એ પરપોટા છે સાચા અર્થમાં મોતી હવાના.

ડૉ.વિવેક મનહર ટેલર


6 Comments:

At 10/14/2006 03:49:00 PM, Anonymous Anonymous said...

હવાના મોતી - સુંદર કલ્પના !

 
At 10/16/2006 11:58:00 AM, Blogger Chetan Framewala said...

વિવેક ભાઈ,
ખુબજ સુંદર મુક્તક ,
આપ સતત ગઝલ સંગ્રહ છપાવવાની મંઝીલ તરફ આગળ વધી રહ્યા છો.........

keep it up...

જય ગુર્જરી,

ચેતન ફ્રેમવાલા

 
At 10/16/2006 10:33:00 PM, Anonymous Anonymous said...

very nice!

 
At 10/17/2006 06:30:00 AM, Anonymous Anonymous said...

કોઇ પરપોટો કદી નહીંજ આછું જીરવે,
આભરણ જળનું અહો! તરબતર એ હોય છે.

 
At 10/28/2006 04:08:00 AM, Anonymous Anonymous said...

સુંદર

 
At 11/01/2006 01:50:00 AM, Anonymous Anonymous said...

પરપોટાને હવાના મોતી ની સરસ અને નવી ઉપમા આપી.ખુબ સુંદર.

nilam doshi
http://paramujas.wordpress.com

 

Post a Comment

<< Home