ત્રીજો કિનારો (ચિર વિરહિણીની ગઝલ)
(પવિત્ર ક્ષિપ્રાનદીના કિનારે એક સંધ્યા... ...ઉજ્જૈન, નવેમ્બર-2005)
વિરહમાં સળગે છે તારા, આ તારો ત્રીજો કિનારો,
તને પરણીને બેઠો છે, કુંવારો ત્રીજો કિનારો.
નદીને હોય છે ક્યારે, વિચારો ! ત્રીજો કિનારો ?
સતત વહેતો રહે તળમાં બિચારો ત્રીજો કિનારો.
સમયની રેતમાં આ પગ પ્રતીક્ષાના દબાવીને
સતત રમવાનું બીજું નામ, યારો ! ત્રીજો કિનારો.
તને શું ? ધારે ત્યારે ધારે ત્યાં ધરતી મળી રહેશે,
નથી જેનો કોઈ આરો એ આરો, ત્રીજો કિનારો.
જીવનભર તારો, બસ ! તારો જ રહેશે, તું એ જાણે છે;
કદી પણ બનશે ના છોને એ તારો, ત્રીજો કિનારો.
ભલે ને તું નહી આવે કદી જગ તારું છોડીને,
કદી તારાથી શું કરશે કિનારો, ત્રીજો કિનારો ?
મને ધારણ કરી શક્તાં નથી તો શાને પકડો છો ?
છું એક ઉપવસ્ત્ર સમ, ડિલથી ઉતારો ત્રીજો કિનારો.
નગરના દ્વારે હાથી માળા લઈ આવે એ આશામાં,
નગર બહાર જ કરી બેઠો ઉતારો ત્રીજો કિનારો.
જીવનના પટ ઉપર રેતાયેલાં બે પગલાં પામીને
કદી પણ પામશે શું હાશકારો ત્રીજો કિનારો ?
ભલે કાયમ ડૂબેલો રહે, ભલે નજરે ય ન આવે,
નદીને ગોદમાં રાખે, આ તારો ત્રીજો કિનારો.
ડૉ. વિવેક મનહર ટેલર

23 Comments:
વિરહમાં સળગે છે તારા, આ તારો ત્રીજો કિનારો,
તને પરણીને બેઠો છે, કુંવારો ત્રીજો કિનારો.
નદીને હોય છે ક્યારે, વિચારો ! ત્રીજો કિનારો ?
સતત વહેતો રહે તળમાં બિચારો ત્રીજો કિનારો.
-સરસ, ત્રીજા કિનારાની પરિકલ્પના જ આગવી છે.
તને શું ? ધારે ત્યારે ધારે ત્યાં ધરતી મળી રહેશે,
નથી જેનો કોઈ આરો એ આરો, ત્રીજો કિનારો.
વિવેક્ભાઇ, ખરેખર અદભુત કલ્પના કરી ને "બીચારા" ત્રીજા કિનારાની મનોવ્યથા વ્યકત કરી છે.
એક ખુબ જ સરસ અને પ્રસંશનીય રચના. ખુબ ખુબ અભિનંદન ડૉ. વિવેક.
Doctor saaheb...
aatalu dardilu kem lakho chho ?
yarr tame radavi desho...
bhaila
awi kavita /gazal no kai arth karo bej kinara hoi
triao kinaro vichari j kevi rite sako
trijo kinaro kya ya nathi khota kalpanana ghoda dodavvathi su labh.loko nre ek ke be kinaray nathi malta ane tame triaja kinara mate wato karo chhoo
gazal,kavita hamrsha lokone upyogi bane
enuj nama gazal
ramjibhai
રામજીભાઇ,
એક ઘણી જાણીતી કહેવત છે ગુજરાતીમાં, પણ લાગે છે તમે નથી સાભળી.
'જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ.'
જયાં લાગણીની વાત હોય ત્યાં બુધ્ધિની કોઇ જરૂર નથી. વર્ષોથી કવિઓ રૂપાળા ચહેરાને 'ચાંદ જેવું મુખડુ' કહે છે, ત્યારે કોઇ એમ નથી કહેતુ કે ચાંદ પર તો ધૂળ સિવાય કંઇ નથી.
નગરના દ્વારે હથી માળા લઇ આવે એ આશામાં
નગર બહાર જ કરી બેઠો ઉતારો ત્રીજો કિનારો.
કલ્પના ખૂબ ગમી.નજર સામે સૂંઢમાં માળા લઇ ને ઉભેલ હાથીનું ચિત્ર તરવરી રહ્યું.
http://paramujas.wordpres.com
Simply Superb doctor,
i know everyone can't understand the thing you written.
i just want to tell you that ....
KEEP IT UP.
Jay Shree Krishna.
Still I can not read your Gazal.Will you please contact me on 9898550137 or see my PC pearsonly what is the mistake there?=Mukund Desai, 1 A , Sai Ashish Society, Near Bhatar Char Rasta Cannel,Bhatar-University Road,Surat -395017.
વિવેકભાઈ,
સૌ પ્રથમ મને તમારા તો મિત્ર માન્યા બદલ આભાર. આપની આ રચના ખૂબ જ ગમી...ઘણી ગહેરી છે પણ જ્યારે પમાય ત્યારે ધન્ય થઈ જવાય તેવી..આમ પણ ગઝલને એક અર્થ "તીર વાગેલા હરણની ચીસ" એવો પણ થાય છે ને?...હાર્દિક ધન્યવાદ..
saras,bahu j saras.
God bless you.
Shah Pravinchandra Kasturchand
વિવેક,
યાર, ખરૂ વિચારો છો. કેટલી વાર કવિતા વાંચી અને દરેક વખતે કઈક નવો અર્થ નીકળે છે.
સરસ કલ્પના,
સિદ્ધાર્થ
aataki badhi arth hin rachna vichro ane bhavana abhvykati ma unap chhe ghani badhi
bapu bole to jakk...a...s
kya kalpana hai, kya soch hai , me bhi tisare kinare ki khoj me hu mile to bolna kyo ki nadi bhi paresan hai ke ye kya chij hai.
તમે જ આવો ત્રીજો કિનરો શોધી શકો ડૉક્ટરસાહેબ
greatttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttt
Your creation is getting richer ... I am happy to watch your progress... You still have the untouched potential to explore the inner cores! Keep it up! The best from Vivek Tailor is yet to come, but soon ... so soon! ... Harish Dave Ahmedabad
Trijo kinaro?????
વિરહમાં સળગે છે તારા, આ તારો ત્રીજો કિનારો,
તને પરણીને બેઠો છે, કુંવારો ત્રીજો કિનારો.
નગરના દ્વારે હથી માળા લઇ આવે એ આશામાં
નગર બહાર જ કરી બેઠો ઉતારો ત્રીજો કિનારો!!
everytime i read i think of different meaning but better u explain the same u meant.
મિત્ર વિવેક,
સામન્ય રીતે કહેવાય કે વેદનાને અનુભવી શકાય બતાવી ન શકાય પણ તું શબ્દો દ્વારા સ્પર્શ કરી જાણે છે ને પ્રગટ પણ કરી જાણે છે.
મીના
i m 20 years old n i luv reading gujarati gazals..
plz plz koi mane kaho ke dr. tailor trijo kinaro pratik konaa maate vaapare chhe..
either leave your comment here or mail me at imvishal86@yahoo.com
vishal sheth
baroda
વિવેક ભાઈ,
આવી મૌલિક ગઝલ માટે આપનો આભાર ,
હું પણ ત્રીજા કિનારાને પામવાની કોશિશ કરું છું....
કાં સતત તરતો રહે ત્રીજો કિનારો?
ક્યાંક તો મળતો રહે ત્રીજો કિનારો.
મુજને હું શોધું સતત , ના-મુજને મળતો,
મુજને તો છળતો રહે ત્રીજો કિનારો....
ભવ-ભમળમાં ડૂબવાની હો ઘડી કો',
માર્ગ કો' ધરતો રહે ત્રીજો કિનારો.
જડ બની ચેતન ભલે ફરતો સદાયે!
જડ મહીં ઝરતો રહે ત્રીજો કિનારો..
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા
"Bhale ne tu nahi ave..."(6th)is just fabolous thought..
I just liked the thought of your 'Trijo kimaro' very much.
As such every lines are very good..
After reading this ghazal,i want to ask you one question,
"SU TRIJO KINARO HOI SAKE?"
Aap no aa "Trijo Kinaro" aapni aa ghazal vaachi ne khub khush hase karenke tame aa Trija kinara nu navu ASTHITVA samjavyu.
ત્રીજો કિનારો પામવા તો નદી જ થવું રહ્યું!
ભલે જળ મહીં ઝર્યા કરે ત્રીજો કિનારો,
કાયમ ભલે ડૂબ્યો રહે ત્રીજો કિનારો,
એક દિ' અકળાશે તો આવશે બા'ર,
હવા સંગ વાતો કરશે એ ત્રીજો કિનારો.
કહેવાની જરૂર તો હોતી જ નથી કે... સુંદર ગઝલ!
જીવનભર તારો, બસ ! તારો જ રહેશે, તું એ જાણે છે;
કદી પણ બનશે ના છોને એ તારો, ત્રીજો કિનારો.
વાહ !!!
વિવેકભાઇ , ભારે કલ્પન્ હો !!!
અભિનંદન !!!
Post a Comment
<< Home