Saturday, August 19, 2006

કવિ-પત્નીની ગઝલ

(દીવાબત્તીટાણું...         ...જુલાઈ-06)


કવિતામાં તારું તું જીવન વિતાવે,
મને એમાં કે એને મુજમાં જીવાડે ?

મને રાત-દિન પ્રશ્ન બસ, આ સતાવે,
તું કોને વધુ દિલની નજદીક રાખે?

અહર્નિશ ને અઢળક પ્રણય આપણો, પણ
કશું છે જે આ રોમેરોમે દઝાડે.

વખાણોના કાંટે મને ભેરવીને
તું તારું જ ધાર્યું હંમેશા કરાવે.

દુઃખી થાઉં તો મારા દિલને હું બાળું,
તને દુઃખ પડે તો તું કાગળને બાળે.

રદીફ-કાફિયાવત્ ગણ્યું મારું જીવન,
શું માણસ ગણી તેં મને કોઈ કાળે ?

તું ક્યારે પતિ છે ને ક્યારે કવિ છે -
આ દ્વિધાની સૂડી જીવાડે કે મારે?

મળે લાશ મારી તો શું થાય, જો કોઈ
પ્રસિદ્ધિના પાયાના પથ્થર ઉખાડે ?!

આ કાગળ એ મારા સમયનું કફન છે,
મને શબ્દે શબ્દે ધીમે ધીમે દાટે.

ડૉ.વિવેક મનહર ટેલર

19 Comments:

At 8/20/2006 01:38:00 AM, Anonymous Anonymous said...

exellent !
કવિ પત્નિ ના મન ની મૂંઝવણ...બહુ જ સુંદર શબ્દો વણ્યા છે.
ખૂબ ખૂબ અભિનંદન.

કવિતામાં તારું તું જીવન વિતાવે,
મને એમાં કે એને મુજમાં જીવાડે ?

દુઃખી થાઉં તો મારા દિલને હું બાળું,
તને દુઃખ પડે તો તું કાગળને બાળે.

આભાર !!!

 
At 8/20/2006 02:44:00 AM, Anonymous Anonymous said...

Good poet with emotion of wife for their husband.
Akbar Lokhandwala.Surat
akbalokhand@yahoo.com

 
At 8/20/2006 05:22:00 AM, Blogger વિવેક said...

સુરેશભાઈ,


આ એક કવિએ લખેલી કવિ-પત્નીની ગઝલ છે, વૈશાલીની જિંદગી નથી.... હા, આ નવ શેરોમાં ક્યાંક ક્યાંક એની અભિવ્યક્તિ પણ ખરી જ, છતાં આ એક કાવ્ય છે.... જે મારા જીવનમાં નથી ઘટતું એ પણ અહીં હોવાનું જ...

 
At 8/21/2006 06:58:00 AM, Anonymous Anonymous said...

શું કવિને જ આ સમસ્યા છે? અમને કમ્પ્યુટર વાળાને નથી? અમારી પત્ની કંઇક આવું વિચારે છે.

કમ્પ્યુટરમાં તારું તું જીવન વિતાવે,
મને એમાં કે એને મુજમાં બતાડે ?

મને રાત-દિન પ્રશ્ન બસ, આ સતાવે,
તું કોને વધુ લેપની નજદીક રાખે?

અહર્નિશ ને અઢળક પડયા છે વાસણો,
હું સાફ કરુ ને તું સમય બગાડે?

વખાણોના કાંટે મને ભેરવીને
ઇલેક્ટ્રોનીક ફૂલો બે'નપણીઓને મોકલે.

દુઃખી થાઉં તો મારા દિલને હું બાળું,
તું ખોટેખોટું વીજળીનું બિલ બાળે.

કવિ પત્નિવત્ ગણ્યું મારું જીવન,
શું સહન કરી લઇશ આ બધું કોઈ કાળે ?

તારે રસોઇ કરવી પડે કે વાસણ -
આ દ્વિધાની સૂડી તને જીવાડે કે મારે?

મળે બ્લોગ કે સાઇટ મારી તો શું થાય,
પછી કી બોર્ડ પર માથા પછાડે?!

આ ઇ-મેઇલ એ મારું આખીરનામું છે,
ભલે તને શબ્દે શબ્દે દઝાડે.

-piyush

 
At 8/21/2006 08:22:00 AM, Anonymous Anonymous said...

good work Dr. Vivek and Piyush too.

Hardik

 
At 8/21/2006 10:45:00 AM, Anonymous Anonymous said...

Very nice gazal Vivekbhai!
કવિ-પત્નિના મનોભાવની સુંદર અભિવ્યક્તિ છે.

જોકે મારા મતે તો એક પત્નિ માટે પતિને (પછી એ કવિ હોય કે ન હોય)એના મનોભાવની માત્ર ખબર હોવી.. એય ઘણું છે!!

 
At 8/21/2006 07:01:00 PM, Blogger Jayshree said...

Excellent..!! ( as usual )

 
At 8/21/2006 11:45:00 PM, Anonymous Anonymous said...

સરસ ગઝલ.

દુઃખી થાઉં તો મારા દિલને હું બાળું,
તને દુઃખ પડે તો તું કાગળને બાળે.

સીધી વાત છે. પણ એના સમીકરણ ઊંડા છે.

આડવાતમાં, સાહિત્યપ્રેમી પતિઓની પત્નીની વાત નીકળી છે તો શીલા ભટ્ટે લખેલ આ લેખ યાદ આવી ગયો. એમા શીલા ભટ્ટ કાંતિ ભટ્ટ વિષે વાત પુસ્તક-પ્રેમના માધ્યમથી કરે છે. આ લેખ પુસ્તકો વિષે છે એમ પહેલા લાગે પણ ધ્યાનથી વાંચશો તો ખ્યાલ આવશે કે ખરેખર તો આખો લેખ કાંતિ ભટ્ટ વિષે છે !

 
At 8/22/2006 03:07:00 AM, Anonymous Anonymous said...

Very nicely defined heart of poet's wife.

 
At 8/22/2006 10:57:00 AM, Anonymous Anonymous said...

SV has sent her claps along with mine for the wonderful poem.
Very good one.
j.t.

 
At 8/25/2006 07:27:00 AM, Anonymous Anonymous said...

પ્રિય વિવેકભાઈ.

આપના પિતાશ્રીનું નિધન થયું તે જાણી ને દુ:ખ થયું. ભગવાન એમના આત્માને શાંતિ આપે એવી મારી પ્રભુપ્રાર્થના. આપનો થોડા સમય બાદ સંપર્ક કરીશ.

 
At 8/25/2006 10:25:00 AM, Anonymous Anonymous said...

પત્નીની મીઠી મૂંઝવણને શબ્દો માં આટલી સુંદર રીતેતો વિવેકભાઇ જ ઢાળી શકે. !!!

Too Good !!

 
At 8/25/2006 10:55:00 PM, Blogger kakasab said...

મિત્રો..
હુ કવિ તો નથી..પણ એક કવિ ને સાંભળી શકે એવુ હ્રદય જરુર ધરાવુ છુ… અને મારી માત્રુભાષાને દુનિયા સમક્શ રજુ કરવાની હ્રદયમાં ઇચ્છા જરુર ધરાવુ છું… અને મારો આજ જુસ્સો મને આ બ્લોગની દુનિયામાં તાણી લાવ્યો છે…

મારી માતૃભાષા પ્રત્યેના પ્રેમને કારણે અલ્પજ્ઞાન હોવા છતા પણ આ બ્લોગ શરુ શકાયુ છે.. પણ મને મારા બ્લોગ માટે આપ સહુની મદદ ની આવશ્યક્તા છે… જો આપ સૌ મિત્રો મારા બ્લોગ પર આપના મુક્તક, કાવ્ય, લેખ, વાર્તાઓ વગેરે પોસ્ટ કરશો તો મારા બ્લોગ ને હુ સફળતાપૂર્વક ચલાવી શકીશ, અને હુ આશા કરુ છુ કે મારા ગુજરાતી મિત્રો મને નિરાશ નહિ કરે..

 
At 8/27/2006 12:44:00 PM, Anonymous Anonymous said...

Once again great to see a Khatri poet doing a superb creative work

 
At 8/28/2006 09:11:00 AM, Anonymous Anonymous said...

Very nice gazal.
Vivekbhai, to be very honest, Vaishaliben's writing style is very lucid and easy to follow.
It seems that this gazal is written naturally without any effort, and therfore, touches everyone !
I would urge her to write more often and let us have opportunity to read.

 
At 8/29/2006 12:38:00 AM, Blogger વિવેક said...

પ્રિય પંચમભાઈ,


આપની થોડી ગેરસમજ થઈ છે... આ ગઝલ એ એક કવિ-પત્નીની અભિવ્યક્તિ ખરી પણ એ મેં જ લખી છે. અને આ ગઝલમાં ક્યાંક ક્યાંક વૈશાલીના મનોજગતને મેં સમજવાની કોશિશ પણ કરી છે પણ બધા શેર અમારી જિંદગીનો ચિતાર નથી જ... વૈશાલીના માધ્યમથી મેં અલગ-અલગ પ્રકારના કવિઓની પત્નીઓ એમના પતિદેવો વિશે શું વિચારતી હશે એ વિચારવાનો પ્રયત્ન કર્યો છે...

કવિતા છે....બધું જ વાસ્તવિક તો ક્યાંથી હોવાનું ?

 
At 9/11/2006 02:43:00 PM, Anonymous Anonymous said...

You all have said correct. I am a wife of a Screen Writer/movie maker who is alos an IT person. Unfortunately, he doesn't read Gujarati but it seems as writer was able to hear those silent words from my heart.

 
At 9/19/2006 05:15:00 AM, Anonymous Anonymous said...

Vivek,

good work

Meena

 
At 9/25/2006 07:24:00 PM, Anonymous Anonymous said...

You are an artist, Poet and a thinker beside physician.
Vivek,I am enjoying your blog, Photography and Poems.
MRUTIU MARI GAU RE LOL.
May your Pappa be in your heart and keep guiding your spirit-soul.
Rajendra Trivedi

 

Post a Comment

<< Home