Saturday, July 15, 2006

હોવાપણું - ૧


(12,000 વર્ષ જૂના ગુફાચિત્રો - ભીમબેટકા, મધ્ય પ્રદેશ : નવેમ્બર-05)


હોવાપણાંથી દૂર શું ભાગી શકાય?
અજવાળે પડછાયાને શું ત્યાગી શકાય?

સૌ વાતમાં ચાલે નહીં શાને ગણિત ?
કંઈ તો હશે જેનાથી આ ભાગી શકાય...

જો, ધ્યાનથી જો ! ત્યાં સદા મળશે સવાર,
આ ઊંઘમાંથી જે ઘડી જાગી શકાય.

ઈચ્છા અગર સૌ હાથવેંત જ હોય તો ?!
મન ફાવે ત્યારે ભીંત પર ટાંગી શકાય.

કંઈ તો જીવનમાં આપ તું એવું, ખુદા !
મરજી મુજબ ત્યાગી અને માંગી શકાય.

આ શ્વાસને શબ્દોની એરણ પર ટીપો,
ટક્શે કે તૂટે - પાર તો તાગી શકાય !

એનાથી શો ડર જેનું છે નામ જ ‘વિવેક’ ?
એને બજારે શબ્દથી દાગી શકાય...

ડૉ. વિવેક મનહર ટેલર


13 Comments:

At 7/15/2006 08:28:00 PM, Anonymous Urmi Saagar said...

Another very good tamara shabdo no ek swas...

સૌ વાતમાં ચાલે નહીં શાને ગણિત ?
કંઈ તો હશે જેનાથી આ ભાગી શકાય...

ઈચ્છા અગર સૌ હાથવેંત જ હોય તો ?!
મન ફાવે ત્યારે ભીંત પર ટાંગી શકાય.

કંઈ તો જીવનમાં આપ તું એવું, ખુદા !
મરજી મુજબ ત્યાગી અને માંગી શકાય.

I liked these sher's very much...
... soooo good!!
(I have some problem with Gujarati fonts, so i m writing this in English. Sorry :-( )

Thanks Vivekbhai!

"Urmi Saagar"
www.urmi.wordpress.com

 
At 7/15/2006 08:42:00 PM, Anonymous Jayshree said...

વાહ..
ઘણી મઝા આવી.

જો, ધ્યાનથી જો! ત્યાં સદા મળશે સવાર,
આ ઊંઘમાંથી જે ઘડી જાગી શકાય.

----

ઇતના ના માયુસ હો તુ, કર ઝરા ઝિંદાદિલી,
ક્યું નહીં દિખતી તુમ્હેં, વો કબ્ર પર ખીલતી કલી..
જિસકો કહેતે હો અંધેરા, દિન કી વો શુરૂઆત હૈ..!

-----

કંઈ તો જીવનમાં આપ તું એવું, ખુદા !
મરજી મુજબ ત્યાગી અને માંગી શકાય.

વાત તો સાચી...
શ્વાસ હોય કે સંબંધો.. મરજી મુજબ માંગી નથી શકાતા, મરજી મુજબ ત્યાગી નથી શકાતા.

 
At 7/15/2006 11:33:00 PM, Blogger radhika said...

ઈચ્છા અગર સૌ હાથવેંત જ હોય તો ?!
મન ફાવે ત્યારે ભીંત પર ટાંગી શકાય.

ખુબ જ સુદર વાત

*****************


કંઈ તો જીવનમાં આપ તું એવું, ખુદા !
મરજી મુજબ ત્યાગી અને માંગી શકાય.

મરીઝના આ શબ્દો યાદ આવી ગયા

બહાર થી એ દમામ કે પાસે આવવા ન દે
અંદરથી એ સંભાળ કે દુર જવા ન દે
કેવો ખુદા મળ્યો છે શુ કહુ "મરીઝ "
પોતે ન દે બીજા કને માંગવા ન દે

 
At 7/16/2006 09:58:00 AM, Anonymous sana said...

Nicely described desires of life with words.

The picture here is well matched with your words...

 
At 7/17/2006 03:33:00 AM, Blogger Suresh said...

બહુ જ ભાવવાહી શબ્દો.
મને સાહિત્ય ઉપરાંત પ્રાચીન ઇતિહાસમાં પણ રસ છે.અત્યાર સુધી મને એમ જ ખબર હતી કે, સ્પેનમાં આવેલી ગુફામાંના ચિત્રો જ સૌથી પ્રાચીન છે. પણ આ નવી વાત જાણવા મળી - ભીમ બેટકા વિશે.
ભીમબેટકા વિષે વધારે માહિતી ક્યાંથી મળે?

 
At 7/17/2006 01:57:00 PM, Blogger manvant said...

કવિ તો ગુફામાંથી પણ કાવ્ય શોધી લાવ્યા !
પુરાતન લોકોએ જેમ ઇચ્છાને ભીંતે લટકાવી,તેમ આ
આપણા વિવેકભાઈએ કાવ્ય ને કોમ્પ્યુટરમાં તો જરૂર
શણગાર્યું જ !આનું નામ તે રસિયો જીવ !

 
At 7/19/2006 01:13:00 AM, Blogger વિવેક said...

મધ્યપ્રદેશમાં ભોપાલથી દક્ષિણે 46 કિ.મી. દૂર આવેલું ભીમબેટકા ભારતીય સંસ્કૃતિનો અભૂતપૂર્વ વારસો વિંધ્યની ઉત્તરીય પર્વતમાળામાં સાચવીને બેઠું છે એની બહુ થોડા જ લોકોને જાણ છે. ગાઢ જંગલની મધ્યમાં પથરાળ ભૂપૃષ્ઠ પર બિરાજમાન ભીમબેટકામાં પાષાણયુગના લગભગ 750 જેટલા શૈલાશ્રયો સચવાયા છે. કેટલાક શૈલાશ્રયો તો એક લાખ વર્ષ પુરાણા છે અને આદિમાનવના અસ્તિત્ત્વના પુરાવાના પાનાઓ કુદરતની પાઠશાળામાં જાળવીને રાહ જુએ છે વાંચનારની. લગભગ 500 ગુફાઓમાં પ્રાગૈતિહાસિક કાળના પૂર્વજોએ ગુફાચિત્રો દોર્યા છે. આ ચિત્રોમાં મનુષ્યજીવનની રોજ-બરોજની પ્રવૃત્તિ જેવી કે કેશગુંફન, સ્નાન, જન્મ, મરણ, તહેવાર, નૃત્ય, શિકાર અને પ્રાણીઓ સામેલ છે. કુદરતી રંગોથી બનાવેલા આ ચિત્રોમાં કેટલાંક તો બાર હજાર વર્ષ જૂનાં છે. સાવ ખુલ્લી ગુફાઓમાં બનેલા આ આદિચિત્રોના રંગ હજારો વર્ષો પછી પણ ટાઢ-તાપ, વરસાદ, ભેજ કે પવન જેવી કુદરતી શક્તિઓ લગીરે લોપી શકી નથી. હજારો વર્ષ પહેલાં જે જગ્યાએ કોઈકે શ્વાસ કીધો હશે, એ જગ્યાએ ઊભા રહેવાની લાગણી શબ્દાતીત છે!

ભીમબેટકાની અમારી યાદગાર મુલાકાતમાં જોડાવું હોય તો આ લિન્ક પર ક્લિક કરો:

http://pg.photos.yahoo.com/ph/dr_vivektailor/album?.dir=/c49fscd

 
At 7/20/2006 10:37:00 PM, Blogger Jayshree said...

Its really a nice tour...
Thanks..!!

 
At 8/03/2006 11:35:00 PM, Blogger pragna said...

આ ભાગવાનું કોનાથી ? કોના સુધી ?
બે-ચાર પળ શું શ્વાસને ખાળી શકાય ?

અસ્તિત્ત્વનો ખાલીપો ભરવો શક્ય છે,
કોઈ એક ચહેરે સ્મિત જો આણી શકાય.

હોવાપણાંના ભ્રમથી શું જાગી શકાય ?
મારા વગર મુજથી અગર ભાગી શકાય...

કંઈ તો જીવનમાં આપ તું એવું, ખુદા !
મરજી મુજબ ત્યાગી અને માંગી શકાય

આપના કાવ્યની સુન્દરતાને પ્રગટ કરવા માટે તો સુંદર શબ્દની સુંદરતા પણ ઓછી પડે.
જો કાવ્ય ને થોડો ન્યાય આપવો હોય તો એટલું કહી શકાય,

કંઈ તો જીવનમાં આપ તું એવું, ખુદા !
મરજી પડે ત્યારે આવા કાવ્ય રચી શકાય...

 
At 10/06/2006 03:45:00 PM, Anonymous chetna said...

kai to jivan ma ap...marji mujab tyagi ne mangi shakay..!!jayshree ni vaat sachi chhe...sambanndho marji mujab mangi k tyagi shakata nathi..!

 
At 12/11/2006 06:16:00 AM, Blogger Brinda said...

Your poetry is quite good. and am impressed with your photography too. will keep visiting your blog.

 
At 11/14/2009 09:02:00 AM, Anonymous Anonymous said...

Who knows where to download XRumer 5.0 Palladium?
Help, please. All recommend this program to effectively advertise on the Internet, this is the best program!

 
At 2/05/2010 10:43:00 AM, Anonymous Dr.sheetal Desai said...

કંઇ તો જીવન મા અાપ તુ અેવુ ખુદા
મરજી મુજબ ત્યાગી અને માંગી શકાય


superb.... am speechless.....

 

Post a Comment

<< Home