બે મુક્તક..
(રૌદ્ર રમ્યા... તાપી...08-08-06)
તાપી નથી, આ દ્રૌપદીની સાડી છે,
દુઃશાસકો(-નો)એ હાથે ખેંચી કાઢી છે;
ભીષ્મીકરણ આ બબ્બે બંધોનું કરી,
સૂરત સુરતની પાણીમાં ડૂબાડી છે.
* * * * *
ચારે તરફ પાણી જ પાણી, કાચું સોનું વરસે છે,
એક બુંદ પાણી માટે તો પણ લોક આજે તરસે છે;
વરસાદ પર કાબૂ કરવાને બંધ બબ્બે બાંધ્યા છે,
પણ બંધ આંખોના લીધે પાણીમાં સુરત કણસે છે.
ડૉ. વિવેક મનહર ટેલર
તાપી નથી, આ દ્રૌપદીની સાડી છે,
દુઃશાસકો(-નો)એ હાથે ખેંચી કાઢી છે;
ભીષ્મીકરણ આ બબ્બે બંધોનું કરી,
સૂરત સુરતની પાણીમાં ડૂબાડી છે.
* * * * *
ચારે તરફ પાણી જ પાણી, કાચું સોનું વરસે છે,
એક બુંદ પાણી માટે તો પણ લોક આજે તરસે છે;
વરસાદ પર કાબૂ કરવાને બંધ બબ્બે બાંધ્યા છે,
પણ બંધ આંખોના લીધે પાણીમાં સુરત કણસે છે.
ડૉ. વિવેક મનહર ટેલર
8 Comments:
I wish the second most clean city of yesterday would become the Most Clean city of India very soon.
સુરત જલ્દી સાજુ થાય એવી પ્રાથના.
Sabda na malya aapni rachana ne vakhanava mate, vicharyu to janyu ke ae to aapna swash bani chukya hata.......
Aapni biji kruti vanchva malshe to dhanya banish.......
વિવેકભાઈ,
આપનાં શ્રેમ્-કુશળ જાણી, મન ને શાંતી થઈ,
૭/૨૬ નાં જે આફત મુંબઈ પર હતી , આજે સુરત માં એવાજ હાલ છે, આ બધી માનવ સર્જિત આફતો છે,આપણે કુદરત ને બાંધી ; પણ કુદરત બાંધી બંધાતી નથી એ આપણે ભૂલી ગયાં, ને એના દરદ બધા ને સહેવા પડે છે.
બન્ને મુકતક સુંદર છે.
એક મુકતક આપનાં મુકતક ના અનુસંધાન માં ....
પાણી માટે, પાણીમાં, તરસે હવે.
બંધ તોડી, આંખ મુજ ,વરસે હવે.
આપણે બાંધ્યા'તા જળ-છૂટા થયા,
વ્હેણ માં ચેતન તું કાં, કણસે હવે ?
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા...
આટલો આક્રોશ અને વેદના...
...એક સુરતવાસી જ શબ્દોમાં ઢાળી શકે!
ઊર્મિસાગર
www.urmi.wordpress.com
વિવેક,
સુરતની તારાજીના ખબર નેટ અને ટીવી દ્ધારા જાણ્યા. દીલદાર અને જાંબાઝ સુરતીઓ આમાથી પણ બેઠા તો થઈ જ જશે અને તે માટે અમારી શુભેચ્છાઓ...
અમારી સહાનુભૂતિ દરેક પૂરપિડિતો સાથે જ છે અને પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ કે સુરત જલ્દીથી એની અસલ સૂરત પ્રાપ્ત કરે.
આશા રાખીએ કે તમારો પરિવાર આ કઠિન સમય દરમ્યાન સહિસલામત હોય અને પૂર પછીના સમયમાં તમે તમારી સેવાની મહેક શક્ય એટલી પ્રસરાવો.
સિદ્ધાર્થ
Aapni "Punyasalila" aje khub Rudra Swarup nu darshan apyu...
Rail nu khub sundar varnaan karyu che.
Hope you and your family are safe.
આખું ભીનું શહેર નીચોવ્યું
એકે આંસુ
નીકળ્યું નહીં.
ચગદાયેલું સપનું
તરડાયું પણ
સ્મિત એકેય ચૂક્યું નહીં.
મોડી રાત્રે છરીથી કાપ્યું
તોય સવારે
ધબકવાનું ચૂક્યું નહીં.
seen Tapi as Mahasagar.I'm sure surat will change its surat again...Suren
Post a Comment
<< Home