Wednesday, August 16, 2006

સુરતમાં તાપી વહે એમ શબ્દ મારામા...

(ગણતરીના કલાકોમાં જે પુલને તાપી નદી ગળી ગઈ...08-08-2006)


અમે ગઝલ તો કોઈ પણ રીતે કહી દઈશું,
કે કોરા કાગળે તુજ નામ, બસ ! લખી દઈશું.

જીવનની વાત તેં છેડી જ છે તો હું શું કહું ?
જે ન્હોતું મારું કદી, કેમ એ કરી દઈશું ?!

છે, એક ચીજ છે એવી કે જેને તું તો શું
ખુદા જો ખુદ કહે તો પણ અમે નહીં દઈશું.

અમારા પ્રાણની સંયુક્તા તો શબદને વરી,
હરણ ન કરશે સમય પર તો એ ત્યજી દઈશું.

સુરતમાં તાપી વહે એમ શબ્દ મારામા,
કિનારા જોડવા પુલ શ્વાસનો કરી દઈશું.

ડૉ. વિવેક મનહર ટેલર

5 Comments:

At 8/16/2006 09:35:00 AM, Anonymous Anonymous said...

અમે ગઝલ તો કોઈ પણ રીતે કહી દઈશું,
કે કોરા કાગળે તુજ નામ, બસ ! લખી દઈશું.

સરસ !

 
At 8/17/2006 01:18:00 PM, Anonymous Anonymous said...

છે, એક ચીજ છે એવી કે જેને તું તો શું
ખુદા જો ખુદ કહે તો પણ અમે નહીં દઈશું.

સુંદર શબ્દો છે...જેમાં સુરતી-ખુમારી સાફ દેખાય છે!


UrmiSaagar
www.urmi.wordpress.com

 
At 8/18/2006 07:46:00 AM, Anonymous Anonymous said...

સુરતમાં તાપી વહે એમ શબ્દ મારામાં ...
સુંદર રચના .

 
At 8/18/2006 10:14:00 AM, Anonymous Anonymous said...

Can you please explain me meaning of 4th para.I did not got meaning of those lines.

 
At 8/20/2006 05:27:00 AM, Blogger વિવેક said...

પ્રિય સનાજી,

ચોથા શેરમાં પૃથ્વીરાજને સંયુક્તાએ સ્વયંવર દરમિયાન પોતાનું અપહરણ કરવા કહેવડાવ્યું હતું એ વાતનો નિર્દેશ છે. જો પૃથ્વીરાજ સમય પર આવીને ઊપાડી ન જાય તો સંયુક્તાએ પ્રાણ ત્યાગી દેવાની ધમકી આપી હતી...

 

Post a Comment

<< Home