હોવાપણું – ૨
(બુદ્ધં શરણં ગચ્છામિ...... બૌદ્ધ સ્તુપ, સાંચી, M.P., નવે.-૦૫)
હોવાપણાંનો ભાર શું ત્યાગી શકાય ?
શું અર્થને અટકળ વડે ભાગી શકાય ?
હોવાપણાંના ભ્રમથી શું જાગી શકાય ?
મારા વગર મુજથી અગર ભાગી શકાય...
આ શ્વાસની ચોમેર વીંટળાયો છે ભ્રમ,
છેવટની પળથી પહેલાં શું ભાંગી શકાય ?
જોવાપણું, ખોવાપણું, રોવાપણું-
હોવાપણાંની બ્હાર જો દાગી શકાય !
હોવાપણાંની બહારની વાતો કરો,
આ પ્રાણ શું છે ? કાંચળી ! ત્યાગી શકાય.
જે છે ‘વિવેક’ એ શું છે ? શું હોવાપણું ?
...એક શ્વાસ જે શબ્દો કને માંગી શકાય.
ડૉ. વિવેક મનહર ટેલર
'હોવાપણું' ગઝલશૃંખલાની ત્રણ ગઝલમાંની આ બીજી ગઝલ છે. ગઝલના મક્તામાં પોતાનું નામ વાપરવાનો પ્રયોગ આ શૃંખલામાં સૌપ્રથમવાર કરી રહ્યો છું. આપનો અભિપ્રાય હંમેશની પેઠે આવકાર્ય છે.
7 Comments:
હોવાપણાના ભ્રમથી શું જાગી શકાય ?
મારા વગર મુજથી અગર ભાગી શકાય...
...
શું અર્થને અટકળ વડે ભાગી શકાય ?
...
આ શ્વાસની ચોમેર વીંટળાયો છે ભ્રમ,
છેવટની પળથી પહેલાં શું ભાંગી શકાય ?
...
વિવેકભાઇ, ખૂબ જ સુંદર શબ્દો છે!!
બીજા બધાથી તો ઠીક પણ તમારા આવા સુંદર શબ્દોથી દૂર તો ભાગવું હોય તોયે ભાગી ના શકાય!!
"ઊર્મિ સાગર"
www.urmi.wordpress.com
Really Your words seems to be your breath...
3rd para is too good.
આ શ્વાસની ચોમેર વીંટળાયો છે ભ્રમ,
છેવટની પળથી પહેલાં શું ભાંગી શકાય ?
વિવેકભાઇ,
દરેક ભ્રમ ભાંગવા જરૂરી છે ?
કોઇ ભ્રમ ને લીધે જો અસ્તિત્વ ટકી રહ્યું હોય, તો એવા ભ્રમને છેવટની પળ સુધી અકબંધ રાખીએ, તો ના ચાલે ?
વિવેકભાઇ,
શબ્દોનો વિવેક તમે ઉત્તમ કર્યો છે! વિવેકમાં સરળતા હોય છે. વિવેકમાં આતમની સુગંધ હોય છે. વિવેકમાં હ્રદયસ્પર્શી આચાર હોય છે. તમારી કવિતા આ સર્વે ખૂબ વિવેકપૂર્ણ પ્રગટ થાય છે.
http://swaranjali.wordpress.com
વિવેકભાઈ,
આપના પિતાશ્રીનાં નિધન વિષે જાણ્યું, પ્રભુ તેમનાં આત્માને શાંતી આપે. અને આપના કુટુંબને આ આઘાત સહન કરવાની શક્તિ આપે.
નીલા કડકિઆ
Hi,
I m staying in dubai, whenever i get time, i always read your kavitas. its too good.
Jay Jay Garvi Gujarat..
Kets..
Hello Dr Vivek
I m from surat too,
nice Blog!
Post a Comment
<< Home