Saturday, July 08, 2006

મુક્તક - આ ગઝલ


(ચિત્રાંકન : ડૉ. કલ્પન પટેલ, સુરત)


આ ગઝલ પણ ખરી પારસી નીકળી,
                                       કાવ્યના દૂધમાં શર્કરા થઈ ભળી;
દેશ-ભાષા વળોટીને આવી, છતાં,
                                       ગુર્જરી થઈ ગઈ ગુર્જરીને મળી.

ડૉ.વિવેક મનહર ટેલર


3 Comments:

At 7/08/2006 11:50:00 PM, Blogger વિવેક said...

ગઝલ કે મુક્તક લખતી વખતે કોઈ અન્ય ગઝલ મનમાં રમતી હોય એ જરૂરી નથી. ગઝલનો ઈતિહાસ વાંચતો હતો ત્યારે ગઝલ કેટલી લાંબી મજલ તય કરીને આપણી ભાષામાં પ્રવેશી છે એની ઊંડી વિગત ફરીથી જાણી. આજે આ પરભાષી અને પરપ્રાંતીય કાવ્યપ્રકારને આપણે એવી રીતે વધાવી લીધો છે કે ગઝલ લગીરે પારકી લાગતી નથી. સાસરિયામાં આવી તો વહુ સ્વરૂપે, પણ ક્યારે દીકરી બની ગઈ એ જ ખબર ન પડી... બિલકુલ સંજાણ બંદરે ઉતરીને દૂધના પ્યાલામાં સાકર નાંખીને પારસીઓએ કરેલા ઈશારા અને એના પૂર્ણતયા પ્રામાણિક નિર્વાહની જેમ!

 
At 7/10/2006 10:41:00 AM, Blogger Jayshree said...

ખરેખર.. આ ગઝલ ભલે પરદેશમાં જન્મી હોય, એ જરાયે પારકી નથી લાગતી.


નાની હતી ત્યારે થોડા ગુજરાતી ગીતો સાંભળ્યા હતા, પપ્પાના કલેક્શનમાં. પરંતુ ગુજરાતી ગીત સંગીત સાથેનો લગાવ વધ્યો એમાં મનહર ઉધાસ ના 'અવસર' અને સોલી કાપડિયા ના 'તારી આંખનો અફીણી' નો ઘણો મોટો ફાળો. 'તમને સમય નથી અને મારો સમય નથી' , 'દિવસો જુદાઇના જાય છે'.. એવી ગઝલો સાંભળતાની સાથે જ દિલમાં વસી ગઇ. ગઝલ તો હિંદીમાં પણ સાંભળી હતી, પરંતુ ગુજરાતી ભાષામાં જે મઝા આવી.. "મઝા જે હોય છે તાપીમાં, ગંગામાં નથી હોતી... " એના જેવું...


ગઝલના ઇતિહાસ વિષે કોઇ જાણ ન હતી, પરંતુ ગુજરાતી ગઝલ હંમેશા પોતાની જ લાગી છે.

 
At 7/11/2006 03:10:00 AM, Anonymous Anonymous said...

When I read this ghazal i was not getting what this ghazals is about.As such i am not good at gujarati,but after reading the comment i came to know the meaning of the ghazal.
I thank Dr Vivek for his comment because of which i came to know something new about 'Ghazal'. Please do suggest the book or site where history of ghazal is given.I would like to read it.

 

Post a Comment

<< Home