Wednesday, October 25, 2006

નવા વર્ષની હું કથા શું લખું ?

(દિપોત્સવી પર્વ.. ..ઑક્ટોબર,2006)

નવા વર્ષની હું કથા શું લખું ?
શરીર એ જ, વસ્ત્રો નવાં, શું લખું ?

જૂની ક્ષણના સ્થાને નવી સ્થાપવા
પડી કેટલી આપદા, શું લખું ?

અધૂરી જ રહેવાને જન્મી છે જે,
એ ઈચ્છા તણી અવદશા શું લખું ?

શું છે, રોશની ઝગમગાતી ? શું છે ?
નરી આંખના ઝાંઝવા, શું લખું ?

નવું વર્ષ સૌને મુબારક હશે -
આ ભ્રમણા છે, જાણું છતાં શું લખું ?

ફરી એ જ દિવસો, ફરી રાત એ જ,
ફરી જીવવાની વ્યથા શું લખું ?

વળી એ જ શબ્દો અને એ જ શ્વાસ,
નવું શું છે ? ગીતો નવાં શું લખું ?

ડૉ. વિવેક મનહર ટેલર

18 Comments:

At 10/25/2006 10:16:00 PM, Blogger radhika said...

touching reality....

just like

direct DIL SE.....

 
At 10/26/2006 04:11:00 AM, Anonymous Anonymous said...

આમ કહીને તમે નવું ગીત લખી જ નાંખ્યું !
પણ માત્ર વરસ જ નહીં પ્રત્યેક ક્ષણ એ એક નવી ક્ષણ છે. આપણો કોઇ ભાગ પ્રત્યેક ક્ષણે અવસાન પામે છે અને નવો જન્મ લે છે. ( મેડીકલ વિજ્ઞાન પ્રમાણે ! ) માટે એક ક્ષણ જ જીવવાનું છે. બીજી ક્ષણે બીજો અવતાર !
માટે જ મારા સીગ્નેચરમાં આ ક્ષણમાં જીવવાનું હું સતત દોહરાવું છું .

 
At 10/26/2006 06:08:00 AM, Anonymous Anonymous said...

શું લખું? કહીને પણ કેટલું લખી નાંખ્યું તમે!
સુંદર શબ્દોની કરામત વાંચીને,(હું)શું લખું?

 
At 10/26/2006 09:20:00 AM, Blogger Jayshree said...

Excellent.. as usual.

 
At 10/27/2006 10:49:00 PM, Anonymous Anonymous said...

નવા વર્ષની હું કથા શું લખું ?
શરીર એ જ, વસ્ત્રો નવાં, શું લખું ?

વાહ , સરસ !

આમ તો બધુ એ ને એ રહે છે પણ માણસજાતે ઉજળી બાજુ જોવી રહી એટલે દર વર્ષે મંગલમય અને ખુશીઓની શુભેચ્છા પાઠવે છે.

આ તો પરસ્પર પ્રેમ ને સ્નેહ વહેંચવાનો તહેવાર છે એકબીજા પ્રત્યેની ભાવનાઓ વ્યક્ત કરવાનો વહેવાર છે.

 
At 10/27/2006 11:42:00 PM, Anonymous Anonymous said...

ખૂબ સરસ રચના.બાકી દ્રષ્ટિ ન બદલાય તો ફકત તારીખ બદલવાથી કંઇ ન થાય.નવું જો અગર કંઇ છે તો એ મન માં છે.તારીખમાં નહીં.

વિશ્વગુજરાતી "પરમ સમીપે'માં જોવા વિનંતિ.આભાર
http://paramujas.wordpress.com

 
At 10/28/2006 12:07:00 AM, Blogger Akbar said...

Good one but why not think in +ve manner.
Lost but learn lot in past moment.
As per Bhagwat Geeta change is needed........
Change feeling to seeing.....
Akbar

 
At 10/28/2006 06:18:00 AM, Blogger સિદ્ધાર્થ શાહ (Siddharth Shah) said...

વિવેક,


રચના સરસ છે, પરંતુ જાણે નિરાશા વ્યક્ત થતી હોય એવુ લાગે છે. કઈક એવુ લખો કે નિરાશામાંથી આશા જન્મે.

બાકી, શબ્દોની ગૂંથણીમાંતો તમે નંબર વન છો.


સિદ્ધાર્થ

 
At 10/28/2006 10:12:00 AM, Anonymous Anonymous said...

This comment has been removed by a blog administrator.

 
At 10/28/2006 12:21:00 PM, Anonymous Anonymous said...

"Nava varsh ni subhkamnao"

Aamj lakhta raho...

 
At 10/28/2006 04:58:00 PM, Blogger manvant said...

સૂરતની પાયમાલીનુ પ્રતિબિમ્બ તો નથી ને ?

 
At 10/29/2006 07:48:00 AM, Blogger Pinkal said...

Really amezing. Love to read each of your poem! keep up the good work Sir!

 
At 10/29/2006 09:00:00 AM, Anonymous Anonymous said...

hello yes aaej sarir ne nava vastro ni katha ... such its grt ... buahj saras dr ... i hv no words to tell but i like yrs gazal so much pari

 
At 10/29/2006 11:10:00 AM, Anonymous Anonymous said...

This seems to represent the actual life of the common Indian mass. as usual, Words chosen & combination are excellent. This really gives the true picture of the penury of the " Aam aadmi" - Bhavesh Jhaveri

 
At 10/30/2006 05:57:00 AM, Blogger Chetan Framewala said...

વિવેક્ભાઈ,
આપ્ણી વેવ લેન્થ એકજ લાગે છે.

મધ્યમ વર્ગને બીજાની દેખા-દેખીમાં ઘસડાતો જોઈ એક ગઝલ જન્મી,

લાલ રાખી ગાલ બસ ,ઉજવો દિવાળી,
જીંદગી છો જસની તસ , ઉજવો દિવાળી..

છે અમાવશ રાત ,રોશન ઘર-ગલી છે!
તુજ ઘરે છો હો તમસ, ઉજવો દિવાળી.

દોડતો કાં આંધળું, ચેતન સદા તું?
છોડ મ્રુગ કેરી તરસ , ઉજવો દિવાળી....જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા....

 
At 10/30/2006 12:29:00 PM, Anonymous Anonymous said...

hello,
I would only say its a human nature to carry on with the flow and its a survival neccessity.There are so many things which we don't like but we are doing because we are living in so called society and there is a fear in some corner of our mind and we can't ignore the fact of life.Transperency is lacking and we try to makeover things which is impossible!!!!!
નવા વર્ષની હું કથા શું લખું ?
શરીર એ જ, વસ્ત્રો નવાં, શું લખું ?

Wonderful presentation of real life.
Hiral

 
At 11/01/2006 06:09:00 AM, Anonymous Anonymous said...

this is really good one but still i feel tame je nature na cho te nature ni aa kavita nathi.

manoj ranade

 
At 11/01/2006 06:53:00 PM, Blogger BharatPandya said...

Bhaai aatli badhi Pessimistic prakrtuti kem ? kavi e to andharama.N divo petaavavaano hoy chhe. loko bhungaLanee kaLash juve , chheda no prakaash to kavij juve.
jo ke toy saamprat samaaj nu.N sundar bayan chhe.
Bharat Pandya

 

Post a Comment

<< Home