Saturday, July 01, 2006

વરસાદ ક્યાંથી લાવું ?

(કોઈમાં હું, કોઈ મારામાં ખૂલે..... જહાજ મહેલ, માંડુ, નવેમ્બેર-2005)


આંખોમાં આવણાંના અવસાદ ક્યાંથી લાવું ?
દિલથી જ ગઈ નથી તો તુજ યાદ ક્યાંથી લાવું?

ટિટોડીએ તો ઈંડા મૂક્યાં છે આડા આ સાલ,
ઈચ્છાઓ સૌ ફળે એ વરસાદ ક્યાંથી લાવું ?

તારા નગરમાં શેનો ઢંઢેરો હું પીટાવું ?
પોલું છે ઢોલ, એમાં ઉન્માદ ક્યાંથી લાવું ?

વર્તુળ પેઠે તારી ચોમેર વીંટળાયો,
આરંભ ક્યાંથી લાવું ? અવસાદ ક્યાંથી લાવું ?

ખોદીને પહાડ દૂધની લાવું નદી હું ક્યાંથી ?
જીવંત છું, કથા સમ ફરહાદ ક્યાંથી લાવું ?

ઈચ્છાના પગ લઈને ચાલ્યા કરો જીવનભર,
કાંટા વગરનો રસ્તો આબાદ ક્યાંથી લાવું ?

શબ્દોને છે ચટાકા તમતમતાં ભોજનોનાં,
કાવ્યોમાં મીઠાં સુખનાં તો સ્વાદ ક્યાંથી લાવું?

ડૉ.વિવેક મનહર ટેલર


અવસાદ = અંત

9 Comments:

At 7/01/2006 10:30:00 AM, Anonymous Anonymous said...

"ઈચ્છાના પગ લઈને ચાલ્યા કરો જીવનભર,.."

Just..Awesome !!!

 
At 7/01/2006 10:50:00 AM, Anonymous Anonymous said...

Su aje pan pc chaltu nathi?photo kem nathi? k pachi koi ucchit photo magaj ma na betho?

Iccha o no koi aant nathi.

 
At 7/03/2006 08:06:00 AM, Anonymous Anonymous said...

આંખોમાં આવણાંના અવસાદ ક્યાંથી લાવું ?
દિલથી જ ગઈ નથી તો તુજ યાદ ક્યાંથી લાવું?

very touchy!!

 
At 7/03/2006 11:32:00 AM, Blogger Jayshree said...

Its really nice..

દિલથી જ ગઈ નથી તો તુજ યાદ ક્યાંથી લાવું?

વાહ..!!

 
At 7/04/2006 02:40:00 AM, Anonymous Anonymous said...

Very nice .

 
At 7/05/2006 01:05:00 AM, Blogger વિવેક said...

આવણાંનો એક બીજો લાક્ષણિક અર્થ પણ છે : ભવાઈમાં જ્યારે મુખ્ય પાત્રનો પ્રવેશ થાય છે ત્યારે એના આગમનનું સૂચન કરતું જે ગીત ગાવામાં આવે છે એને આવણું કહે છે. અને પહેલો સહજ અર્થ છે: આગમન.

 
At 7/06/2006 09:23:00 AM, Anonymous Anonymous said...

Hey Beautiful Photograph..!!

I think u posted this later on. before time it was not there. When i saw just impressed.

Excellent work

 
At 8/03/2006 07:01:00 AM, Anonymous Anonymous said...

આંખોમાં આવણાંના અવસાદ ક્યાંથી લાવું ?
દિલથી જ ગઈ નથી તો તુજ યાદ ક્યાંથી લાવું?

સરસ !!!

 
At 12/11/2006 08:56:00 PM, Anonymous Anonymous said...

Dr. this is too good, just amazing.
really!!!!

May god bless you

 

Post a Comment

<< Home