Saturday, October 28, 2006

શાહમૃગ

(ઉડાન.. ...માલદીવ્સ, ફેબ્રુઆરી-2002)


કેટલા મેઈલ આવ્યા...
કેટલા મેં વાંચ્યા... કેટલા ન વાંચ્યા...
પહેલાં તો મેં જવાબ આપવાનું બંધ કર્યું
ને પછી તો મેઈલ ખોલવાનું જ બંધ કર્યું
થાક્યો ત્યારે ઈનબોક્ષ ખોલવાનું પણ બંધ કર્યું
ને હવે તો નેટ પર બેસવાનું જ બંધ કરી દીધું...
પછી
એક દિવસ
વાવંટોળ જેવી એ અચાનક આવી ચડી...
હવે
એ તો કોઈ મેઈલ ન્હોતી કે
ક્લિક્ કરવું નહીં, ખોલવું નહીં, વાંચવું નહીં
કે જવાબ ન આપવું શક્ય બની શકે !
મેં
મારી આંખો બંધ કરી દીધી.
એણે જોયું કે
મને અચાનક પાંખ ફૂટી રહી છે...
ડોક ઊગી રહી છે... પગ લાંબા-પાતળા બની રહ્યાં છે...
અને
મારું માથું
રેતીમાં ઊંડે...વધુ ઊંડે ખૂંપી રહ્યું છે...
-શાહમૃગની જેમ !
એ તરત જ પાછી વળી ગઈ.
હવે આ સરનામેથી કોઈ મેઈલ કદી નહીં આવે
એની એને ખાતરી થઈ ગઈ હતી !

ડૉ. વિવેક મનહર ટેલર

17 Comments:

At 10/28/2006 11:15:00 AM, Anonymous Anonymous said...

સુંદર અછાંદસ.
સરસ કલ્પન.
અભિનંદન.

 
At 10/29/2006 05:52:00 PM, Blogger Jayshree said...

ડોક્ટર સાહેબ,
ગયા જનમમાં જાસૂસ હતા કે શું? મને ઘણી વાર લાગે છે કે મારી લાગણીઓ તમે છૂપી રીતે પકડી લો છો..

 
At 10/29/2006 09:30:00 PM, Anonymous Anonymous said...

એક દિવસ
વાવંટોળ જેવી એ અચાનક આવી ચડી...
----
એ કોણ હતી તે રહસ્યનું ઉદ્ ઘાટન કરો.

 
At 10/29/2006 10:51:00 PM, Anonymous Anonymous said...

ખૂબ સરસ વિવેકભાઈ.. હું જયશ્રી સાથે પૂરેપૂરો સહમત છું... દિલ ની વાતને આબાદ પકડી લ છો..

 
At 10/31/2006 02:14:00 AM, Anonymous Anonymous said...

મને અચાનક પાંખ ફૂટી રહી છે...
ખૂબ સરસ રચના.માણવાની મજા આવી,અભિનંદન,વિવેકભાઇ.

 
At 10/31/2006 05:17:00 AM, Anonymous Anonymous said...

realy nice poem. If it's possible the person can change himself from man to bird then it's realy great. The imagition itself a great.

 
At 10/31/2006 07:11:00 AM, Anonymous Anonymous said...

Hates off for your imegination.

 
At 10/31/2006 07:14:00 AM, Anonymous Anonymous said...

ખૂબ જ સુંદર રચના!

આપણા સૌમાં પણ ક્યાંક 'શાહમૃગ' રહેતું જ હોય છેને... અને પરિસ્થિતિ પ્રમાણે એ બહાર નીકળ્યા કરે છે... રેતીમાં માથું છુપાવવા!!!

 
At 10/31/2006 11:48:00 AM, Anonymous Anonymous said...

Hi there,
'Shahmrugh' the word itself symbolize many things.Is it your inner desire or feelings or you are talking about someone?
Hiral

 
At 11/01/2006 02:25:00 AM, Anonymous Anonymous said...

Really your imagination wings can take you anywhere & wow this time its an ostrich style human behaviour. 2ndly please clear the "Vavavantor jevi acchanak aavi chhadi" the great mystery. Keep it up the great word

 
At 11/02/2006 06:00:00 AM, Blogger વિવેક said...

પછી
એક દિવસ
વાવંટોળ જેવી એ અચાનક આવી ચડી...

- આ "એ" કોણ ?

આવીને વપરાયા વિના વીતી ગયેલી ક્ષણ? આવી પણ ઉપયોગમાં ન લેવાઈ શકેલી તક? મળેલી પણ માણી ન શકાયેલી જિંદગી? કે પછી બધાંને જેમાં રસ પડ્યો છે એવી કોઈ હાડ-માંસની કાયા?

કવિતા શું દરેક વખતે કવિના જીવનમાંથી જ આવતી હોય છે? મારી દ્રષ્ટિએ કવિતા એટલે તમારી પ્રત્યક્ષ યા પરોક્ષ અનુભૂતિને મળેલો શબ્દદેહ. મને લાગે છે ત્યાં સુધી આ મારી ભાગેડુવૃત્તિનું સીધું નિરૂપણ જ છે અને એને કોઈ પાત્ર સાથે ક્યાંય કશું લાગે-વળગતું નથી. આપણા દરેકની અંદર એક શાહમૃગ બેઠું જ છે. આપણું આ શાહમૃગ આ "એ"નું આપણા ભાગેડુપણાના અનુસંધાનમાં દરેક વખતે અર્થઘટન કરતું રહે છે... આ ફળશ્રુતિ જ અછાંદસ ગદ્યને કદાચ કવિતાનો દરજ્જો આપતી હશે ને!

 
At 11/02/2006 07:18:00 AM, Anonymous Anonymous said...

તમારી પ્રત્યક્ષ યા પરોક્ષ અનુભૂતિને મળેલો શબ્દદેહ.
ખૂબ સું દર વાત
hats off

 
At 11/02/2006 10:20:00 AM, Anonymous Anonymous said...

Good Thoughts

But your explaination regarding this writing is "ardhsatya"
like YUDHISTIR .

 
At 11/02/2006 10:23:00 AM, Anonymous Anonymous said...

hi.
very well tried to convince everyone but still i feel that this poem suggest some sort of 'IGNORANCE'and/or 'UNFULFILLED DESIRE' which is being rationalised in a form of unattendable events or unable to relish those events.In reality we look for which we don't have and we are not satisfied about what we have.

 
At 11/04/2006 09:20:00 AM, Anonymous Anonymous said...

saheb, tame jenathi bhagva mango chho e to padchhaya samaan tamari saame aavine ubhoj rahi javono.kya sudhi bachso.kyarene kyarek to e vavavantol ni jem j aavi chadse!!!!

 
At 11/04/2006 10:28:00 AM, Anonymous Anonymous said...

Good.
Very nicely described the general event with simple and meaningful words...
Nicely captured some moments with ur words.

 
At 11/09/2006 01:40:00 PM, Blogger સિદ્ધાર્થ શાહ (Siddharth Shah) said...

વિવેક,


તમારી કવિતા વાંચી અને માણી, સાથે વાંચકોના પ્રતિભાવો પણ વાંચ્યા અને એમા તમારો જવાબ પણ વાંચ્યો.

"કવિતા શું દરેક વખતે કવિના જીવનમાંથી જ આવતી હોય છે? "

મોટા ભાગે કવિતા કવિનાં જીવનમાંથી જ આવતી હોય છે. તમારી કવિતા વાંચીને ઘણીવાર એવુ લાગે છે કે એક અતીત ક્યાંક છૂપાયેલો છે જે શબ્દ સ્વરૂપે થોડો ઘણો બહાર આવે છે, પરંતુ તમારા જેવા શબ્દોનાં કલાકાર ખાસ કાળજી રાખે છે કે એ કદી સંપૂર્ણ બહાર ન આવે અને એમાં જ મજા છે. તમારી ઘણી કવિતાઓ અમને અમારા જીવનની કેટલીયે ખાટી મીઠી પળો યાદ કરાવી જાય છે. આજ રીતે સર્જન કરતા રહેશો.


સિદ્ધાર્થ

 

Post a Comment

<< Home