Wednesday, June 07, 2006

પ્રેમની મહેફિલમાં બે બસ, પ્રેમમાં ટોળા ન હોય

(સાદ આંખોના....... જહાજમહેલ, માંડું... નવેમ્બર-05)


દાખલા સઘળા આ જીવનમાં કદી ખોટા ન હોય,
પણ બધા માણસને કંઈ મોઢે બધા કોઠા ન હોય.

હાથ ના મેળવ, મળે જ્યારે ટકોરા દઈને મળ,
આંખમાં ઉષ્મા બતાવે ? દિલ તું જો....પોલા ન હોય !

બંધ, હડતાળો ને રેલી – તંગ દિલની દાસ્તાન,
આપણી થાળીમાં બે દાણા કદી ઓછા ન હોય....

સાદ આંખોના ટકોરા દે છે નજરોને, તું સુણ
જે હો હૈયે એને માટે હોઠે હાકોટા ન હોય.

ક્ષોભ શાનો ? આટલી મોટી સભામાં કોઈ નહિ,
પ્રેમની મહેફિલમાં બે બસ, પ્રેમમાં ટોળા ન હોય.

એવી રીતે તો મને ના કાઢ જીવનમાંથી, દોસ્ત !
છાપું હો ગઈકાલનું કે દૂધમાં પોરા ન હોય !

તું સદા મારી ભીતર પણ સાવ અળગી અળગી રહી,
જાણે કે જળની જ અંદર કોઈ પરપોટા ન હોય !

શ્વાસનો અંકુશ છે, અટકી જવાની ચીમકી છે,
શબ્દ બાકી મારી જેમ જ ઠાલા બડબોલા ન હોય !

ડૉ.વિવેક મનહર ટેલર

ઠાલા = નિરર્થક, નાહક ; બડબોલા= શેખીખોર

7 Comments:

At 6/07/2006 09:35:00 AM, Anonymous Anonymous said...

Title is too good...vanchii ne je khush tai javay che..

& Again u r in hurry...Nov-06..is that?

 
At 6/09/2006 11:12:00 AM, Anonymous Anonymous said...

As usual fascinating words...

But the 3rd para is bit akward,it seems as mind set was somewhere else when 3rd para was written...

 
At 6/09/2006 10:49:00 PM, Blogger વિવેક said...

સનાજી,

આપના ઝીણવટભરેલા નિરીક્ષણ માટે આભાર... ત્રીજા શેરની વાત સાથે મારે સહમત થયા વિના આરો નથી... આખી ગઝલમાં ધ્યાન આપશો તો નિરાશા અને માનવીય સંબંધોની નિષ્ફળતા જ આલેખી છે. પહેલા ત્રણ શેર વૈશ્વિક સ્તર પર પરિભ્રમણ કરે છે જ્યારે ચોથા શેરથી વ્યક્તિગત સ્તરે સરકી જાય છે આ ગઝલ અને આખરી શેરમાં અભિવ્યક્તિ સ્વ પર આવીને અટકે છે. આ ગઝલ લખાતી વખતે મનની પાર્શ્વભૂમાં અનામત આંદોલન ચાલી રહ્યું હતું અને એની જ ફળશ્રુતિ છે આ શેર:


બંધ, હડતાળો ને રેલી – તંગ દિલની દાસ્તાન,
આપણી થાળીમાં બે દાણા કદી ઓછા ન હોય....

-વિવેક

 
At 6/10/2006 04:19:00 AM, Anonymous Anonymous said...

Thanks for reply.

There are lots of sorrow in world but what if person want happiness?

I would be happy if u write something about happiness...Next time when u write ghazals please keep 'Happiness' as core...

Many of my friends have wrong impression that ghazals are songs of broken heart...but how should i explain that they are insight of heart...

 
At 6/13/2006 07:04:00 PM, Anonymous Anonymous said...

are dr. saheb.. kaink samajay evu to lakho mara saheb.. su vanchavu e j khabar nathi padati.. me tamane gujarati ma tamari kavita, gazal mokali hati e pasand aavi ke nahi? mane jawab to aapo saheb

 
At 7/09/2006 09:15:00 PM, Anonymous Anonymous said...

Vivek Et Al,

Amazing piece of work....
I am sure U cure UR patients with UR creations....no medicines.....ha ha !!

 
At 9/20/2006 07:24:00 AM, Anonymous Anonymous said...

Mitr vivek,

પ્રેમની મહેફિલમાં બે બસ, પ્રેમમાં ટોળા ન હોય

gajal ne vakhaau ke chhavi ne? tari banne sarjanta soonder chhe. ne Vai to soonder chhe j.
tc
Meena

 

Post a Comment

<< Home