Wednesday, May 17, 2006

શબ્દનો ગરમાળો થઈ ખરતો રહું તુજ રાહમાં

(નવી સિવીલ હૉસ્પિટલ કેમ્પસ, સુરત..... મે-2006)


રાહ વર્તાતો નથી, શી વાત છે હમરાહમાં ?
ધીમેધીમે આવે છે મુજને યકિન અલ્લાહમાં.

સ્હેજ પણ વર્તાય ના ઉષ્મા કદી નિગાહમાં,
શબ્દનો ગરમાળો થઈ ખરતો રહું તુજ રાહમાં.

આપણી વચ્ચે આ દુનિયા વર્ષો થઈ પથરાઈ ગઈ,
શું ફરક પડશે કદી તારી ને મારી ચાહમાં ?

એક તારી યાદનો બોજો રહ્યો દિલમાં સદા,
એટલે ન ભાર વર્તાયો જીવનનિર્વાહમાં.

હાર-તોરા જે છે એ સૌ શ્વાસ માટે છે, શરીર !
મૂલ્ય તારું શૂન્ય છે, ભડ-ભડ બળે તું દાહમાં.

આશનો પડઘો બની પાછો મળ્યો દુઆનો શબ્દ,
શું હજી પણ જીવે છે કંઈ મારું તુજ દરગાહમાં ?

માર્ગ દુનિયાનો ત્યજીને મેં લીધો છે શબ્દનો,
નામ મુજ, અલ્લાહ ! ના આવે હવે ગુમરાહમાં.


ડૉ.વિવેક મનહર ટેલર

9 Comments:

At 5/17/2006 04:07:00 AM, Blogger radhika said...

રાહ વર્તાતો નથી, શી વાત છે હમરાહમાં ?
ધીમેધીમે આવે છે મુજને યકિન અલ્લાહમાં.

સ્હેજ પણ વર્તાય ના ઉષ્મા કદી નિગાહમાં,
શબ્દનો ગરમાળો થઈ ખરતો રહું તુજ રાહમાં.

સલમાઆગા ના કંઠે ગવાયેલી એક ખુબ જ સુંદર અને મારી અત્યંત પ્રીય ગઝલ યાદ આવી ગઈ


આજ ફીર આઈને ને પુછા હે
તેરી આંખઓ મે યે નમી કયુ હે ?

સાથ ચલતે હેં ફીર ભી સાથ નહી
ઉનકી આંખોમેં વો જસ્બાત નહી
સીર્ફ અહેસાસ હે કે ઝીંદા હે
ઝીંદગી જેસી તો કોઈ બાત નહી

સંગદિલ બેરહેમ ઝમાનેમેં
ઈતના મજબુર આદમી કયુ હે

આજ ફીર આઈને ને પુછા હે
તેરી આંખઓ મે યે નમી કયુ હે


જીનકી ઝીદ કો ઝીંદગી જાના
જીનકી હર બાત બનાઈ તુને
ઉનકે સીનેમેં ના અહેસાસ ના દિલ
હાય ક્યુ આસ લગાઈ તુને

જીનકી ચાહતમે ખુદકો ભુલ ગયે,
ઉનકી ચાહતમે યે કમી ક્યું હે

આજ ફીર આઈને ને પુછા હે
તેરી આંખઓ મે યે નમી કયુ હે
ક્યુ સીસકતી હે તેરી તનહાઈ
યે અધુરીસી ઝીંદગી ક્યુ હે


સાચુ કહુ ડોક્ટર સાહેબ તમે બહુમુખી પ્રતિભા ધરાવો છો, તમારા બ્લોગમાં પ્રસ્તુત દરેક ફોટોગ્રાફ પણ ખુદ એક કાવ્ય જેવા લાગે છે

આપની આ રચના એ ગ્રીષ્મના ગરમાળાને નવુ નામ આપી દીધુ

ખુબ ગમી આ રચના..........

 
At 5/17/2006 04:30:00 AM, Blogger Suresh said...

હાર-તોરા જે છે એ સૌ શ્વાસ માટે છે, શરીર !
મૂલ્ય તારું શૂન્ય છે, ભડ-ભડ બળે તું દાહમાં.

આ શેર ઘણો જ ગમ્યો. આના પરથી યાદ આવી ગયું:-
એટલે તો શ્વાસ મેં રોકી દીધા 'બેફામ'
નથી જાવું જ જન્નતમાં દુનિયાની હવા લઈને.

તમે શ્વાસના કવિ છો. લખતા જ રહો.. લખતા જ રહો... છેલ્લા શ્વાસ સુધી.

 
At 5/17/2006 04:36:00 AM, Blogger Suresh said...

રાધિકાબેન,
તમે કોમેંટમાં લખેલી ગઝલ મને પણ બહુ જ ગમી. તેનો શાયર કોણ છે?
વિવેક આ કોમેંટ રાધિકાબેનને મોકલાવશો?
દર્દ પછી શ્વાસ ના વિષય પર શેર ભેગા કરીએ તો કેવું?

 
At 5/17/2006 04:40:00 AM, Blogger Suresh said...

રાજેન્દ્ર શુકલે કવિતાના સર્જનની પ્રક્રિયા વિશે સુંદર ગઝલ લખી છે.
પહેલાં હું કવિતા જેવું શ્વસી જોઉં છું.
પછી એ શ્વાસને કસી જોઉ છું.

 
At 5/17/2006 11:21:00 AM, Anonymous sana said...

Huuuuu..."Mind Blowing....."
Simply I will say "Excellent...."
In last few Ghazals,i liked this very much....

 
At 5/19/2006 05:55:00 AM, Blogger વિવેક said...

ડ્રાઈવ કરતી વખતે રચાઈ ગયેલો એક શેર કાગળના એક ટુકડો બનીને ક્યાંક ખોવાઈ ગયો હતો એ આજે ડેશબૉર્ડમાંથી જડ્યો. મિત્રોના ઋણસ્વીકાર સાથે એ ઉમેરી લેવાનો લોભ રોકી શકતો નથી:


એક તારી યાદનો બોજો રહ્યો દિલમાં સદા,
એટલે ન ભાર વર્તાયો જીવનનિર્વાહમાં.

-વિવેક

 
At 5/28/2006 04:42:00 AM, Blogger Prashant said...

Dear Vivek.

It's great to see your blog.I was not aware of your this talent. Excellent... keep it up.

Prashant

 
At 5/29/2006 09:29:00 AM, Anonymous Anonymous said...

Good talent.Keep it.

 
At 5/31/2006 04:44:00 PM, Anonymous Mamta said...

Dear vivek,
Wow! Interesting....

 

Post a Comment

<< Home