Saturday, April 29, 2006

ચાલો ને મળીએ

(ધુંઆધારના ધોધ, જબલપુર પાસેથી વહી રહ્યાં છે શબ્દ...નવે.'૦૪)


ચાલો ને મળીએ ‘હું’ ને ‘તું’ ની મધ્યના કો’ દેશમાં,
આગત-અનાગત બે પળો દરમ્યાન છૂપા વેશમાં.

અંતર ભલેને જોજનોનું, દૂર છે અંતર શું અમ ?
અંતે થશું ભેળા મહાભૂતોના પંચમ્ દેશમાં.

કોઈ મને પાડે ફરજ ? ના-ના, કદી મુમકિન નથી,
હું જે કરું છું, જેમ છું – મારા જ બસ, આદેશમાં

સમજાયું અંતે તો મને કે તું જ સૌથી શ્રેષ્ઠ છે,
ભૂલી ગયો’તો મૂલ્ય હું કાયમના સંનિવેશમાં.

અલ્લાહની આગળ કયામત પર જઈશું શાનથી,
વાતો નથી મારામાં જે એ ક્યાં છે કો’ દરવેશમાં ?

હોતું નથી એ ઝીલવાનું ભાગ્યમાં હરએકનાં,
બાકી વહે છે શબ્દ સૌમાં, ક્યાં અતિ ક્યાં લેશમાં.

ડૉ.વિવેક મનહર ટેલર

6 Comments:

At 4/29/2006 11:35:00 AM, Anonymous Anonymous said...

Doctor u write very well.Photos along with your ghazals itself specify the nature's beauty and Your words are beauty to nature itself.

 
At 4/30/2006 03:31:00 AM, Anonymous Anonymous said...

"ચાલો ને મળીએ" તમને અને વૈશાલીબહેનને ચાલો ને મળીએ !

 
At 5/02/2006 02:59:00 AM, Anonymous Anonymous said...

hey really impressed by ur job!!!!
tamare poems vache ne mane radvu to avi j jaye!!

 
At 5/02/2006 03:00:00 AM, Anonymous Anonymous said...

anonymous said ma hu hathi siddhi

 
At 5/06/2006 06:40:00 AM, Blogger સિદ્ધાર્થ શાહ (Siddharth Shah) said...

અમૃતલાલ વેંગડની નર્મદા પરિક્રમાં વાચ્યા બાદ નર્મદાની વાત આવે તો આનંદ જ થાય છે. જીવનમાં ક્યારેક બેગપેક ભરાવીને "ભોમિયા વિના મારે ભમવા"ની જેમ રખડપટ્ટી કરવાની ઈચ્છા એમનુ પ્રવાસવર્ણન વાંચીને જાગી છે. એમના પુસ્તકમાં ધુંઆધારના ધોધનું સુંદર વર્ણન કરેલ છે. એ વાંચ્યા બાદ આજે તમે એની સુંદર છબિ અને સાથે સુંદર રચના સાથે રજૂ કરી છે તે માટે ખૂબ જ આભાર.

સિદ્ધાર્થ

 
At 2/09/2010 04:21:00 AM, Blogger Meena said...

ચાલો ને મળીએ ‘હું’ ને ‘તું’ ની મધ્યના કો’ દેશમાં,
આગત-અનાગત બે પળો દરમ્યાન છૂપા વેશમાં.

મિત્ર,

સરસ શરૂઆત કરી ને ખાસ તો અંતર વિશે જે વાત માંડી ને શબ્દોનો જે ઉઘાડ લાવ્યો છે એથી વારંવાર મન આ ગઝલ વાંચવા ઇચ્છે છે...

વધુમાં સુંદર છવી મૂકીને - ધુંઆધારના ધોધ, જબલપુર પાસેથી વહી રહ્યાં છે શબ્દ -
આ શબ્દ પણ મને અહીં વારંવાર લાવે છે ... જે સ્થળે મારા બાળપણનાં વર્ષોની સુંવાળપ સ્પર્શી..

સ્નેહ

 

Post a Comment

<< Home