Tuesday, April 04, 2006

ફાવી નથી શકતાં


અહમ્ સામે ઝૂકેલા સૃષ્ટિ ઝૂકાવી નથી શકતાં,
સિકંદર હો કે હો ચંગીઝ, કો’ ફાવી નથી શકતાં

ચૂમે છે ભૂમિને બંને ય, પણ વૃક્ષો જ કરમાયાં,
હવાની જેમ એ અસ્તિત્ત્વ મિટાવી નથી શકતાં

લખે જો વાનરો તો ઠીક છે, બાકી શિલાઓને
લખીને રામ પોતે ‘રામ’ કંઈ તારી નથી શકતાં

નથી જડતો કદી એને ય રસ્તો જિંદગીમાં કોઈ,
દિશા ભૂલનારને જે માર્ગ દેખાડી નથી શકતાં


ડૉ.વિવેક મનહર ટેલર

3 Comments:

At 4/05/2006 06:00:00 AM, Anonymous Anonymous said...

very nicely said, doctor....!!!!

 
At 4/05/2006 08:04:00 PM, Anonymous Anonymous said...

જ્યારે બધા જ વાનરો પથ્થરો પર રામ શબ્દ લખીને નાખતા હતા ત્યારે પથ્થરો તરી જતા હતા. ભગવાન રામને પણ વિચાર આવ્યો કે લાવને હું પણ એક પથ્થર પર રામ શબ્દ લખીને જોઉ કે શું થાય છે. આશ્ચર્ય સાથે ભગવાન રામે ફેંકેલો પથથર ડૂબી ગયો. જો કોઇ સામાન્ય માનવીએ આ દ્રશ્ય જોયુ હોત તો તેને ભગવાન રામના ભગવાનપણા પર કદાચ શંકા થઇ હોત. પરંતુ ભગવાન રામના પરમ ભક્ત હનુમાનજી એ કહ્યુ કે પ્રભુ, તમે જેને ફેંકી દો, તે તો ભવસાગરમાં કદી પણ તરી શકે નહી. બસ રામ નવમીના દિવસે એજ પ્રાર્થના કે હે પ્રભુ, સર્વને હનુમાનજી જેવી ભક્તિ અને સમજણ આપો.

 
At 4/06/2006 06:24:00 AM, Blogger સિદ્ધાર્થ શાહ (Siddharth Shah) said...

નથી જડતો કદી એને ય રસ્તો જિંદગીમાં કોઈ,
દિશા ભૂલનારને જે માર્ગ દેખાડી નથી શકતાં

just wonderful...

સિદ્ધાર્થ

 

Post a Comment

<< Home