એટલે આંખોમાં આંસું કોઈ નથી હજી
એ પળો વીત્યાની યાદો ખોઈ નથી હજી,
એટલે આંખોમાં આંસું કોઈ નથી હજી.
ઊરમાં જે આગ ઊઠી, બાળ્યાં છે તેણે નેણ,
તેથી બસ, તેથી આ આંખો રોઈ નથી હજી.
‘હા’ ભલે પાડી ન, પણ ‘ના’ કીધી એ સ્મિતથી
તેથી દિલમાં બેકરારી બોઈ નથી હજી.
રક્ત શું ટપકે ? ટપકશે બસ તારું નામ, લે
પ્રોવી દે દિલમાં છરી, જે પ્રોઈ નથી હજી.
સ્મિતથી ખુલ્લાં દિલે વાતો તું કરે હજી,
આશની સાડીમાં લાગી તોઈ નથી હજી.
ભાવના ! શ્વસે છે વર્ષોથી કેમ આ સમય ?
લાગે છે એણે તને જ જોઈ નથી હજી.
(તોઈ = કસબની કિનારી, ગૂંથેલો છેડો)
ડૉ. વિવેક મનહર ટેલર
3 Comments:
વાહ .." પળ વીત્યાની યાદો" - ઘણી બારીકાઈથી સમયને પકડ્યો છે.
"આંખોમાં આંસું, ઊરમાં આગ , બાળ્યાં નેણ, રક્ત ટપકે, દિલમાં છરી" - પ્રયોગો એકદમ 'ખૂંખાર' છે.
boss katil hata vicharo tamara ....katl thai gaya amara
boss katil hata vicharo tamara ...
katal thai gaya amara...
Post a Comment
<< Home