Wednesday, November 22, 2006

બે હાઈકુ

(ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા... સુરમ્યા તાપી, સપ્ટેમ્બર,2006)

ઝાકળચણ
ચણી જતાં પ્રભાતે
તડકાપંખી !

*

વ્યોમ વિધવા
સાંજટાણે ; લોપાયો
સૂરજચાંલ્લો !

ડૉ.વિવેક મનહર ટેલર

7 Comments:

At 11/23/2006 02:26:00 AM, Anonymous Anonymous said...

મિત્ર વિવેક,

સુંદર

મીના

 
At 11/23/2006 03:41:00 AM, Anonymous Anonymous said...

વાહ વિવેકભાઇ. ખુબ સુંદર રચના! હાઇકુ કાવ્ય પ્રકાર મને હંમેશા બહુ "challenging" લાગ્યો છે. માત્ર ૧૭ અક્ષરોમાં એક ચિત્ર ઊભુ કરવું ખુબ મુશ્કેલ છે. ખાસ તો પહેલી રચના ખુબ ગમી. અભિનંદન.

થોડા દિવસ પહેલા તમે મારા બ્લોગ પર એક કૉમેન્ટ મુકી હતી કે મૉઝિલા ફાયરફોક્સ પર મારો બ્લોગ વાંચી શકાતો નથી. હું બ્લોગ-વિશ્વમાં ખુબ જ નવો છું. તમે મને આ પ્રૉબ્લેમનું કોઇ સૉલ્યુશન કહી શકશો?

હેમંત પુણેકર

 
At 11/23/2006 05:43:00 AM, Anonymous Anonymous said...

વિવેકભાઈ,
સુંદર હાઈકુ....

એક હાઈકુ...

ખુરશી મળી,
નેતા, બદલાયા ,ને
થયા દાનવ..

જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા.....

 
At 11/23/2006 12:35:00 PM, Anonymous Anonymous said...

અરે, વિવેક! તારા હાઇકૂ પણ તારી કવિતા જેટલાજ સરસ છે.
પણ શ્વાસ ગાયબ?!

 
At 11/23/2006 01:02:00 PM, Anonymous Anonymous said...

શબ્દોનાં શ્વાસે
ધડકતો રહે છે,
કાવ્યનો દેહ!

બંને હાઇકુઓ સરસ છે...
and what a co-incident!
આજે મેં પણ મારા બ્લોગ પર હાઇકુઓ જ પોસ્ટ કર્યા છે!

 
At 11/24/2006 05:10:00 AM, Blogger kakasab said...

વિવેકભાઇ..

આભાર...આવી જ રીતે તમારા આભિપ્રાય આપતા રહેશો તો મને કંઇક નવું આપતા રહેવાની ધગશ રહેશે.

 
At 12/01/2006 11:38:00 AM, Anonymous Anonymous said...

Simply superb picture.i request you to forward me at my address.
hiral

 

Post a Comment

<< Home