Thursday, December 29, 2005

મને આ સફર મળે

જ્યાં દિલ ને થાય હાશ, એવું કાશ! ઘર મળે,
શું થાય જો આ શોધ નો છેડો કબર મળે ?!

વિકસી ને દુનિયા કેટલી આગળ વધી, જુઓ!
માણસ મળે તો આંખ માં જીવન વગર મળે.

સચ્ચાઈ ના ચલણ વડે વીતે શું જીંદગી?
જૂઠ્ઠાં ને આજે જે મળે, સઘળું પ્રવર મળે.

તારી ખુદાઈ તો જ હું માનીશ, ઓ ખુદા!
જે પણ મળે મને એ બરાબર અગર મળે.

છે શ્વાસ આખરી છતાં પૂરો નથી થતો,
છે આશ કૈંક ક્યાંક થી તારી ખબર મળે.

શબ્દો ના રસ્તે ચાલી ને મળતો રહું તને,
ઈચ્છું છું હર જનમ માં મને આ સફર મળે.


ડૉ. વિવેક મનહર ટેલર

3 Comments:

At 1/05/2006 05:27:00 PM, Blogger Serendipity said...

Very happy to see you blogging. Way to go!

મનોજ ખંડેરીયા લખે છે તેમ

મને સદ્દભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા
ચરણો લઇને દોડવા બેસુ તો વર્ષો ના વર્ષ લાગે.


keep up the good work.

ગુજરાતી ભાષાને તમારા જેવા "નર્મદો" ની સખ્ત જરૂરત છે.

 
At 1/06/2006 02:26:00 AM, Blogger Dr. Buddhadev said...

Keep It Up

DR Rajesh Buddhadev

 
At 6/25/2006 12:19:00 PM, Blogger Jayshree said...

છે શ્વાસ આખરી છતાં પૂરો નથી થતો,
છે આશ કૈંક ક્યાંક થી તારી ખબર મળે.

Thanks Vivekbhai..

I dont have different words for your every gazal. But, as you know.. I really love to read them.

 

Post a Comment

<< Home